શિવજીને અર્પણ થતા બિલ્વપત્ર સ્વાસ્થ્ય માટે પણ છે ખૂબ જ ફાયદાકારક - ચાલો જાણીયે

bilva patra health benefits Gujarati

શિવજીને અર્પણ કરાયેલ બિલ્વપત્ર ફક્ત પૂજા-પ્રદાનનું જ સાધન નથી, પરંતુ તે તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. શું તમે બિલ્વપત્રના અકસીર આરોગ્યને લગતા ફાયદાઓ જાણો છો? જો તમને ખબર ન હોય તો તમારે જાણવું જ જોઇએ, ચાલો જાણીયે.

જો કોઈને તાવ આવતો હોય તેવા કિસ્સામાં બિલ્વપત્રનો ઉકાળો ફાયદાકારક છે.

જો મધમાખી અથવા ભમરી કરડવાથી બળતરા થતી હોય તો આવી સ્થિતિમાં, ડંખ વાળી જગ્યા પર બિલ્વપત્રનો રસ લગાવવાથી રાહત મળે છે.

બિલ્વપત્રનો ઉપયોગ હૃદયના દર્દીઓ માટે પણ ખૂબ ફાયદાકારક છે. તેના પાનનો ઉકાળો પીવાથી હૃદય મજબૂત બને છે અને હાર્ટ એટેકનું જોખમ ઓછું થાય છે.

શ્વાસના દર્દીઓ માટે તે પણ અમૃત સમાન છે. આ પાંદડાઓનો રસ પીવાથી શ્વાસરોગમાં પણ ઘણો ફાયદો થાય છે.

જો શરીરમાં ગરમી વધવાને કારણે અથવા મોંમાં ગરમીને લીધે ચાંદા પડી જાય, તો ત્યારે બિલ્વપત્રના પાન મોંમાં ચાવવાથી રાહત મળે છે અને છાલા કે ચાંદા દૂર થાય છે.

બવાસીર આજકાલ એક સામાન્ય રોગ બની ગયો છે, જેને આપણે ગુજરાતીમાં મસા કે અંગ્રેજીમાં Piles કહીયે છીએ. લોહી પડતા મસા ખૂબ પીડાદાયક રોગ છે. બિલ્વ વૃક્ષના મૂળ સુકવીને પીસીને પાવડર બનાવી લો, તેમાં બરાબર માત્રામાં સાકરનો પાવડર મિક્ષ કરીલો. આ મિશ્રણને સવારે અને સાંજે ઠંડા પાણી સાથે લો. જો પીડા વધારે છે, તો તે દિવસમાં ત્રણ વખત લો. આ ઈલાજ બવાસીરમાં ત્વરિત રાહત આપે છે.

મોટેભાગે, વરસાદની સીઝનમાં ઠંડી, શરદી અને તાવની સમસ્યા વધુ જોવા મળે છે. આ સ્થિતિમાં, બિલ્વપત્રના રસમાં મધ મેળવીને પીવાથી ફાયદો થાય છે. અને જયારે શરીરમાં તાવ જેવું હોય, ત્યારે તેની પેસ્ટની ગોળીઓ ગોળ સાથે બનાવવામાં આવે છે અને ખાવામાં આવે છે.

જો બાળકોમાં પેટ કે આંતરડામાં કરમિયા સમસ્યા હોય અથવા ઝાડાની સમસ્યા હોય તો બિલ્વપત્રનો રસ પીવાથી ખૂબ ફાયદો થાય છે અને આ સમસ્યાઓ દૂર થાય છે.

તો આપણે જોયું તે પ્રમાણે બિલ્વપત્રનો ઉપયોગ શિવજીની પૂજામાં તો થાય જ છે પણ સાથે સાથે તેના આરોગ્યની દ્રષ્ટિએ પણ ઘણા ફાયદા છે.

Comments

Popular posts from this blog

ડ્રેગન ફ્રૂટ છે સુપરફ્રૂટ - આ ફાયદાઓ જાણીને, તમે પણ ડ્રેગન ફ્રૂટ ખાવાનું શરૂ કરશો

ચાણક્ય નીતિ મુજબ ઘરમાં આર્થિક સમૃદ્ધિ ક્યારે આવે? માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા શું કરવું?

શું તમારું બાળક પણ વાત વાતમાં ગુસ્સો કરે છે, તો બાળકના ચીડિયા સ્વભાવને સુધારવા આ વાતોનું રાખો ખાસ ધ્યાન

જીવનમાં ક્યારેય પૈસાની તંગી નહિ પડે જો સવાર સવાર માં કરશો આ કામ

ભૂલથી પણ આ દિશામાં પગ રાખીને ના સૂતા, નહીં તો વાસ્તુશાસ્ત્ર મુજબ તમે ગરીબ થઇ શકો છો