ભૂલથી પણ આ દિશામાં પગ રાખીને ના સૂતા, નહીં તો વાસ્તુશાસ્ત્ર મુજબ તમે ગરીબ થઇ શકો છો
રાત્રિની ઊંઘએ આપણી રોજિંદી દિનચર્યાનો મહત્વપૂર્ણ હિસ્સો છે. પૂરતી ઊંઘ લેવાથી, આપણું સ્વાસ્થ્ય સારું રહે છે અને રોગો શરીરથી દૂર રહે છે. સૂવાથી, આપણા શરીરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. પરંતુ, શાસ્ત્રો અનુસાર સૂવાના કેટલાક નિયમો છે.
વાસ્તુશાસ્ત્રના અનુભવી એવા જ્યોતિષવિદ પંડિતો સમજાવે છે કે શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે સૂતી વખતે કોઈને દક્ષિણ દિશા તરફ પગ ન રાખવા જોઈએ, એટલે કે ઉત્તર દિશા તરફ માથું રાખીને સૂવું જોઈએ નહિ.
આપણે હંમેશા પૂર્વ અથવા દક્ષિણ દિશા તરફ માથું રાખીને સૂવું જોઈએ. આ બંને દિશામાં માથું રાખીને સૂવાથી લાબું આયુષ્ય પ્રાપ્ત થાય છે અને આરોગ્ય પણ સારું રહે છે.
જો તમે દક્ષિણ દિશામાં પગ રાખીને સૂઈ જાઓ છો, તો લક્ષ્મીજી તમારાથી નારાજ થઇ જાય છે. ચાલો જાણો નિંદ્રાના કેટલાક વધુ નિયમો.
કઈ દિશામાં માથું
રાખવું
જોઈએ?
જ્યોતિષવિદ
પંડિતો કહે છે કે
પૂર્વ અથવા દક્ષિણ દિશા
તરફ માથું રાખીને સૂવું એ
એક વિજ્ઞાન દ્વારા સાબિત પ્રક્રિયા
છે જે ઘણા રોગોને
દૂર રાખે છે. સૌર
વિશ્વ ધ્રુવ પર આધારિત
છે. ધ્રુવના આકર્ષણને કારણે, દક્ષિણથી ઉત્તર
દિશા તરફનો પોઝિટિવ તરંગોનો પ્રવાહ આપણા માથામાં
પ્રવેશ કરે છે અને
પગ તરફથી નીકળી જાય
છે. તેથી જ સૂતી
વખતે વ્યક્તિએ હંમેશા દિશાનું ધ્યાન
રાખવું જોઈએ, યોગ્ય દિશા
માં સૂવું એ હિતાવહ
છે.
આ કારણથી દક્ષિણ દિશામાં પગ ન રાખવા જોઈએ
સૂવાના સમયે,
પગ દક્ષિણ દિશામાં અને માથું ઉત્તર દિશામાં રાખીને ન સૂવું કારણ કે મૃત શરીરના માથા
અને પગ આ દિશામાં રાખવામાં આવે છે. તેથી જ આ દિશામાં માથું અને પગ રાખીને સૂવું એ બરાબર
નથી. જ્યારે તમે ઉત્તર દિશામાં માથું રાખીને સૂવો છો, ત્યારે તમને ખરાબ સ્વપ્નો આવે
છે અને ઊંઘ વારે વારે ઉડી જાય છે.
જ્યારે પૃથ્વીની ઉત્તર અને માથાની ઉત્તર બંને એક સાથે આવે છે, ત્યારે વિકાર બળ કામ કરવાનું શરૂ કરે છે. આ બળ તમારા શરીરમાં સંકોચનનું કારણ બને છે. જો શરીરમાં કોઈ સંકોચન થાય છે, તો લોહીનું પરિભ્રમણ નિયંત્રણની બહાર જશે. બ્લડ પ્રેશર વધવાથી ઊંઘ આવતી નથી અને મન હંમેશા સંચળ રહેશે.

Comments
Post a Comment