ડ્રેગન ફ્રૂટ છે સુપરફ્રૂટ - આ ફાયદાઓ જાણીને, તમે પણ ડ્રેગન ફ્રૂટ ખાવાનું શરૂ કરશો
તમે ડ્રેગન
ફ્રૂટ નું નામ તો
સાંભળ્યું જ હશે અને
કદાચ ખાધું પણ હશે જ.
ડ્રેગન ફળને એક સુપરફ્રૂટ
માનવામાં આવે છે. તે
જોવામાં એકદમ આકર્ષક લાગે
છે અને તે સ્વાસ્થ્ય
માટે પણ ખુબજ ફાયદા
કારક છે. તેના લાભોને
જાણ્યા પછી તમે કદાચ
તેને દરરોજ ખાવાનું શરૂ
કરીદેશો.
ડ્રેગન મોટાભાગે
મેક્સિકો અને મધ્ય એશિયામાં ખાવામાં આવે છે. આ ફળ સ્વાદમાં તડબૂચની જેમ ખૂબ જ મીઠું
છે. આ ફળ જોવામાં આકર્ષક છે, તે બહારની બાજુ ગુલાબી રંગ નું હોય છે અને અંદરથી સફેદ
હોય છે અને તેમાં કાળા રંગના બીજ હોય છે. તેની બીજી જાત માં તે અંદરની તરફ પણ ગુલાબી
હોય છે.
ડ્રેગન ફળને તેના
ઘણા બધા સ્વાસ્થ્ય લાભોને કારણે સુપરફ્રૂટ માનવામાં આવે છે. તેમના પર થયેલા અભ્યાસો
પ્રમાણે, તે ડાયાબિટીઝ અને હૃદય રોગનું જોખમ પણ ઘટાડે છે.
ડ્રેગન ફળમાં
એન્ટીઓક્સીડેન્ટ્સ, રેસા અને વિટામિન સી હોય છે. તે ઘણી ગંભીર બીમારીઓ માંથી પુન: રિકવરી
પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. ડ્રેગન ફળમાં વિટામિન સી નોંધપાત્ર પ્રમાણમાં જોવા મળે
છે, અને અભ્યાસ અનુસાર, વિટામિન સીની પૂરતી માત્રા લેવાથી કેન્સરનું જોખમ ઓછું થાય
છે એવું જાણવા મળ્યું છે. સપ્લિમેન્ટ્સ લેવાને બદલે, વિટામિન સી થી ભરપૂર ફળ લેવાનું વધુ સારું રહેશે, અને
તે વધુ ફાયદો કરશે.
આ ફળમાં બીટા
કેરોટિન અને લાઇકોપીન પણ જોવા મળે છે. કેરોટીનોઇડથી સમૃદ્ધ ખોરાક લેવાથી કેન્સર અને
હ્રદયરોગનું જોખમ પણ ઓછું થાય છે. ખોરાકમાં રેસા યુક્ત ખોરાક ખૂબ જ મહત્વપૂર્ણ છે અને
તમને ડ્રેગન ફળમાંથી પૂરતા પ્રમાણમાં રેસા મળે છે.
ડ્રેગન ફળ તમારી
રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. જો તમારા શરીરમાં આયર્નની ઉણપ હોય તો પણ, ડ્રેગન
ફળ તમારા માટે શ્રેષ્ઠ છે. ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓ માટે આ ફળ આયર્નનો એક સારો સ્ત્રોત્ર
બની શકે.
કમજોર હાડકા માટે કે શરીરમાં કોઈ ભાંગતૂટ થાય ત્યારે આ ફળ ખાવું જોઈએ. કારણ કે ૨૦૦ ગ્રામ ડ્રેગન ફળ ખાવાથી ૧૭.૬ ગ્રામ સુધી કેલ્શિયમ મળે છે અને તેનાથી હાડકા મજબૂત થાય છે.


Comments
Post a Comment