આ રીતે કેળાથી બનાવેલ ફેસ પેક ચહેરાનો ગ્લો 5 જ મિનિટમાં વધારી શકે છે

banana facial mask at home

વધુ પાકેલા કેળા એ ત્વચા અને વાળ માટે અમૃત સમાન છે. પાકેલા કેળાથી ત્વચા અને વાળને ઘણો ફાયદો થાય છે. તે સ્કિનમાંથી કરચલીઓ દૂર કરે છે અને ત્વચાને ટાઈટ કરે છે.

કેળું એક એવું ફળ છે, જે વધુ પાક્યા પછી વધારે પોષક બને છે. તેની અંદર રહેલા સુક્ષ્મ પોષકતત્ત્વો અનેક ગણા વધી જાય છે. જો તમારા ઘરમાં રાખેલું કેળું પાકીને કાળું થઈ ગયું છે, તો આ વખતે તેને ફેંકી દેતા નહીં, પરંતુ તેનાથી તમારા ચહેરા પર ફેશિયલ કરો.

પાકેલા કેળાથી ફેસ પેક બનાવવું ખૂબ જ સરળ છે. આ માટે તમારે કેળા સાથે માત્ર બે કે ત્રણ વસ્તુઓ મિક્સ કરવાની છે અને તે પછી તમે સરળતાથી ફેશિયલ કરી શકો છો. તો ચાલો તમને જણાવીએ કે કેવી રીતે બનાવવું કેળાનું ફેશિયલ, અને કેવી રીતે ઉપયોગમાં  લેવું કેળાનું ફેસ પેક કે જેથી તેનો વધારેમાં વધારે ફાયદો લઇ શકાય.

ફેસ પેક માટેની સામગ્રી

  • પાકેલું કેળું - 1
  • મધ - 2 ચમચી
  • એલોવીરા જેલ - 1 ચમચી
  • નાળિયેર તેલ - 1 ચમચી

ફેસ પેક બનાવવાની રીત

બધી વસ્તુઓને ભેગી કરી બ્લેન્ડરથી કે મિક્સરથી એક પેસ્ટ તૈયાર કરો. એકવાર પેસ્ટ બને પછી, તેને એક બાઉલમાં લઇલો. તમારી માલિશ ક્રીમ (ફેસ પેક) તૈયાર છે. જો તમે ઇચ્છો, તો તમે આ પેસ્ટમાં દહીં મિક્સ કરી વાળમાં પણ લગાવી શકો છો. આ સિવાય તમે જયારે આ ફેસ પેકથી ફેશિયલ કરો ત્યારે તેમાં તમારી ઇચ્છિત ફેસ ક્રીમ ઉમેરી શકો છો.

ચહેરા પર ફેસ પેક લગાવવાની રીત

તમારા હાથમાં થોડી પેસ્ટ લો અને તેને ચહેરા પર લગાવો. પછી ગોળાકાર ગતિમાં ધીરે ધીરે તમારા ચહેરા પર મસાજ કરો. આ સિવાય ચહેરા પર કેટલાક એક્યુપ્રેશર પોઇન્ટ હોય છે, જેને દબાવવાથી ચેહરા પર નિખાર આવે છે, તેથી મસાજ દરમિયાન તેને દબાવવાનું ભૂલશો નહીં. લગભગ 5 થી 7 મિનિટ સુધી મસાજ કર્યા પછી, તેને 10 મિનિટ માટે ચહેરા પર રહેવા દો. પછી તમારા ચહેરાને ચોખ્ખા પાણીથી ધોઈ લો.

કેળામાં પોટેશિયમ અને પાણી હોય છે, જેના કારણે તે ત્વચાને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. જો તમારી ત્વચા શુષ્ક છે તો કેળાનો આ ફેસ પેક તમારા માટે રામબાણ ઈલાજ છે. તે ચહેરાને વધુ પડતો તૈલી થતો પણ રોકે છે. કેળાના ફેસ પેકને અઠવાડિયામાં બેથી ત્રણ વાર ચહેરા પર લગાવવાથી ચહેરાની ત્વચા ટાઈટ થાય છે અને કરચલીઓ ઓછી દેખાય છે.

Comments

Popular posts from this blog

ડ્રેગન ફ્રૂટ છે સુપરફ્રૂટ - આ ફાયદાઓ જાણીને, તમે પણ ડ્રેગન ફ્રૂટ ખાવાનું શરૂ કરશો

ચાણક્ય નીતિ મુજબ ઘરમાં આર્થિક સમૃદ્ધિ ક્યારે આવે? માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા શું કરવું?

શું તમારું બાળક પણ વાત વાતમાં ગુસ્સો કરે છે, તો બાળકના ચીડિયા સ્વભાવને સુધારવા આ વાતોનું રાખો ખાસ ધ્યાન

જીવનમાં ક્યારેય પૈસાની તંગી નહિ પડે જો સવાર સવાર માં કરશો આ કામ

ભૂલથી પણ આ દિશામાં પગ રાખીને ના સૂતા, નહીં તો વાસ્તુશાસ્ત્ર મુજબ તમે ગરીબ થઇ શકો છો