જાણો એવા કેટલાક ફળો વિશે જે ખાવાથી કોરોના સામે લડવાની રોગ પ્રતિકારક શક્તિ ખુબજ વધે છે
કોરોનાથી બચવા માટેનો સૌથી સારો ઉપાય છે કે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારો. રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે અને કોરોનાથી બચવા માટે વિટામિન સી સમૃદ્ધ ફળો ખાવા જોઈએ. આ ફળો તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવશે.
જો આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય તો તે શરીરને કોઈપણ રોગ ની ચપેટમાં આવતા બચાવી શકે છે. રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માટે, ખોરાકની કાળજી લેવી ખુબજ જરૂરી છે. આજે અમે તમને એવા કેટલાક ફળો વિશે જણાવીશું જે ખાવાથી તમારા શરીરની રોગ પ્રતિરક્ષા શક્તિ વધશે.
આ એવા ફળો
છે જેમાં વિટામિન સી
હોય છે. વિટામિન સી
વાળા ફળો રોગ પ્રતિરક્ષામાં વધારો કરે છે.
તેથી, આવા ફળો રોજ-બરોજ ના ખોરાક
માં લો, જેમાં વિટામિન
સી સમૃદ્ધ છે. વિટામિન
સીથી ભરપુર આ ફળો
તમને બજારમાં સરળતાથી મળી રહેશે.
તો ચાલો દરરોજ
વિટામિન સીથી ભરપૂર આ
5 જાતના ફળો ખાઈએ, રોગપ્રતિકારક
શક્તિ વધારીએ અને કોરોનાને
ઉભી પૂંછડિયે ભાગાડીયે.
કિવિ
કીવી એ ઘણા બધા
પોષક તત્ત્વોથી ભરેલું ફળ છે. જો તમે દરરોજ કિવિનું સેવન કરો છો, તો તે તમારી રોગપ્રતિકારક
શક્તિને મજબૂત બનાવવાનું કામ કરશે.. એક કિવિમાં લગભગ 84 મિલિગ્રામ વિટામિન સી હોય છે.
આ સિવાય તેમાં વિટામિન કે પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે.
પપૈયુ
પપૈયામાં પણ વિટામિન
સી પુષ્કળ પ્રમાણમાં હોય છે. જો તમે દરરોજ એક ડીશ પપૈયુ ખાઓ છો, તો તેમાંથી તમને
88 મિલિગ્રામ જેટલા પોષક તત્વો મળશે. તેથી, પપૈયાનું સેવન કરવાથી પણ કોરોનાથી બચાવમાં
મદદ મળી શકે છે.
સ્ટ્રોબેરી
સ્ટ્રોબેરીને એન્ટીઓક્સીડન્ટનો એક સારો સ્રોત માનવામાં આવે છે. વિટામિન સી સિવાય તેમાં ઘણા પોષક તત્વો હોય છે. દરરોજ લગભગ એક કપ સ્ટ્રોબેરી ખાવાથી તમને 100 મિલિગ્રામ વિટામિન સી મળી શકે છે. તેથી, દરરોજ તેનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે.
અનાનસ
અનાનસમાં વિટામિન
સી, મેંગેનીઝ અને અન્ય ઘણા વિટામિન્સ પણ હોય છે. મેંગેનીઝ ખૂબ ઓછા ફળોમાં જોવા મળે
છે. શરીરની પ્રતિરક્ષા વધારવાની સાથે સાથે તે હાડકાંને પણ મજબૂત બનાવે છે. આ ઉપરાંત,
તે પાચન તંત્રને સ્વસ્થ બનાવવા માટે પણ કામ કરે છે.
જામફળ
જામફળ ઘણા પોષક તત્વોથી ભરપુર છે. તેની ખાસ વાત એ છે કે તેમાં હાજર વિટામિન સીનું પ્રમાણ નારંગી કરતા પણ વધારે હોય છે. દરરોજ એક જામફળ ખાવાથી શરીરમાં વિટામિન સી અને તે સિવાય અન્ય ઘણા પોષક તત્વોની ઉણપ પુરી થઇ જાય છે.


Comments
Post a Comment