વરસાદમાં સ્નાન કરવું એ ત્વચા અને વાળ માટે છે એક વરદાન - શરીરને થાય છે ઘણા ફાયદા

varsad na pani na fayda

પહેલા વરસાદમાં, દરેક વ્યક્તિ મન ભરીને ભીંજાવા માંગે છે, પરંતુ વરસાદમાં ભીના થતાં માંદા થવાની બીક લાગે છે. આ જ કારણ છે કે ઘણા લોકો વરસાદમાં નહાવાની ઇચ્છાને માનમાંજ રાખી દૂરથી વરસાદની મજા માણે છે. પરંતુ કદાચ વરસાદમાં ભીંજાવાના ફાયદાઓ જાણીને તે ભ્રમણા દૂર થઇ જશે કે વરસાદનું સ્નાન ફક્ત લોકોને બીમાર બનાવે છે.

ઉનાળા પછી વરસાદમાં શરીરને પલાળવાથી ઘણી રીતે ફાયદો થાય છે. ચાલો જાણીએ વરસાદમાં ભીના થવાનાં શું શું ફાયદા છે –

વરસાદના પાણીમાં નહાવાથી વાળ સારા થાય છે. આ થોડું વિચિત્ર છે, પરંતુ વરસાદના પાણીથી વાળ નરમ બને છે અને તેમની ગુણવત્તા સુધરે છે જો તમારે વરસાદમાં ભીનું ન થવું હોય, તો તમે વરસાદનું પાણી એક મોટા વાસણમાં એકત્રિત કરી શકો છો અને પછી આ પાણીથી વાળ ધોઈ શકો છો.

વરસાદમાં નહાવાથી ત્વચામાં નિખાર આવે છે. તેનાથી ત્વચા પરના ખીલમાં ખુબજ ફાયદો થાય છે. વરસાદનું પાણી શુદ્ધ છે, જે ત્વચાને સુધારે છે. આ સમયગાળા દરમિયાન, ગરમ અને ઠંડા પાણીની સમસ્યાઓ ટાળવી જોઈએ. તેનાથી ત્વચાને નુકસાન થઈ શકે છે.

ઉનાળાની સીઝનમાં પરસેવાના કારણે મોટાભાગના બાળકોમાં ઘમોરિયાની સમસ્યા વધુ હોય છે. ગરમીને લીધે, કાંટાદાર ફોલ્લીઓ પીઠ અને ગળાના ભાગે થાય છે. વરસાદમાં નહાવાથી આ સમસ્યામાંથી મુક્તિ મળે છે. વરસાદના પાણીમાં પલળવાથી શરીરનું તાપમાન સામાન્ય થાય છે અને તેથી ઘમોરિયા મટે છે.

શરીરમાં એવા ઘણા હોર્મોન્સ છે, જે કેટલાક કારણોસર અસંતુલિત થઈ જાય છે. આવી સ્થિતિમાં વરસાદ આવા હોર્મોન્સના અસંતુલનને સુધારવામાં મદદ કરી શકે છે. આ સિવાય વરસાદી પાણીથી નહાવાથી કાનને લગતી સમસ્યાઓ પણ મટે છે.

ઘણા લોકો વધારે ગરમી સહન કરી શકતા નથી. ઉનાળામાં, કેટલાક લોકોના હાથ અને પગમાંથી ત્વચા ઉખડવા લાગે છે, પગની એડી ફાટી જાય છે અને તે ચીરામાંથી લોહી નીકળવાનું શરૂ થય જાય છે. આવા લોકો માટે વરસાદનું પાણી અમૃત જેવું છે. વરસાદનું પાણી શરીરને અડતા ચામડી પરના ચકામાં, ખંજવાળ અને પગના ચીરા મટી જાય છે. હાથ અને પગમાં નવી ત્વચા પણ આવવા લાગે છે.

Comments

Popular posts from this blog

ડ્રેગન ફ્રૂટ છે સુપરફ્રૂટ - આ ફાયદાઓ જાણીને, તમે પણ ડ્રેગન ફ્રૂટ ખાવાનું શરૂ કરશો

ચાણક્ય નીતિ મુજબ ઘરમાં આર્થિક સમૃદ્ધિ ક્યારે આવે? માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા શું કરવું?

શું તમારું બાળક પણ વાત વાતમાં ગુસ્સો કરે છે, તો બાળકના ચીડિયા સ્વભાવને સુધારવા આ વાતોનું રાખો ખાસ ધ્યાન

જીવનમાં ક્યારેય પૈસાની તંગી નહિ પડે જો સવાર સવાર માં કરશો આ કામ

ભૂલથી પણ આ દિશામાં પગ રાખીને ના સૂતા, નહીં તો વાસ્તુશાસ્ત્ર મુજબ તમે ગરીબ થઇ શકો છો